જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં એક શ્રમિક પરિવારની ૧૧ વર્ષની બાળા સાથે તેના સગા બાપે દુષ્કર્મ આચર્યુ છે. પોલીસે આ નરાધમ બાપાને પકડી લીધો છે. ચારેક દિવસ પહેલાં આ બનાવ બનેલો. બાળાની માતા બહારગામ ગયેલી ત્યારે આ બનાવ બન્યો હતો એવુ પોલીસે જાહેર કર્યું છે. બાળાએ પોતાની માતાને આ વાત કર્યા પછી માતાએ આ મામલે પોલીસને જાણ કરી હતી.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો