જામનગરમાં દરબારગઢ ખાતે કોર્પોરેશન દ્વારા ટ્રાફિકની સરળતા માટે બનાવવામાં આવેલાં ત્રણ દરવાજા પૈકી એક દરવાજો બંધ હતો, જ્યાંની ગંદકી દૂર કરાવી, ત્યાં સિમેન્ટ બ્લોક પથરાવી, એલઇડી લાઇટો લગાવી, સિકયોરીટી ગાર્ડ બેસાડી બિનજરૂરી વાહનોને રોકવા આડશો લગાવી આ દરવાજો કમિશનરની સૂચનાથી ફરી શરૂ કરાવવામાં આવ્યો છે.
આ અંગે વિપક્ષના પૂર્વ નેતા અસલમ ખિલજી દ્વારા કમિશનરને ૯ મી ઓકટોબરના દિને રજૂઆત કરવામાં આવ્યા પછી ૧૦ ઓકટોબરે કોર્પોરેશનની એસ્ટેટ શાખાના સુનિલ ભાનુશાળી તથા રાજભા ચાવડાની હાજરીમાં સ્ટાફે આ કામગીરી કરી છે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો