બેડીના ખારી વિસ્તારમાં મહાનગરપાલિકાનું ભૂગર્ભ ગટરનું કામ ચાલે છે. કોન્ટ્રાકટ પી. દાસ ઇન્ફ્ર નામની એજન્સીને આપવામાં આવ્યો છે અને સુપરવાઇઝરની જવાબદારી ભાવિન ગાગલિયા સંભાળે છે.
ગત્ તા. ૧૩ નવેમ્બરે બેડેશ્વર વીજતંત્રના સબ સ્ટેશનના નાયબ ઇજનેર પી.એચ. જાદવએ આ સ્થળે તપાસ કરતાં જાળવા મળ્યું કે, આ કામમાં વીજચોરી થઇ રહી છે.
વીજતંત્રએ બે વીજમોટર, પંખો તથા ૫૦ મીટર કેબલ કબજે લઇ પી. દાસ ઇન્ફ્રા નામની આ કોન્ટાકટ એજન્સીને રૂપિયા સાડા આઠ લાખનો દંડ વીજચોરી સબબ ફટાકાર્યો છે. પીજીવીસીએલના પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધવામાં આવી છે.



ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો