ગુરૂવારે બપોરે ૪:૩૦ વાગ્યે કાનાલુસ રેલવે પુલ પર કામ કરતાં શ્રમિક સરલાબેન અર્જુનભાઇ ડામોર (ઉં.૨૧) ને અધૂરા મહિને પ્રસૂતિ પિડા થઇ. મોટીખાવડીથી ૧૦૮ ની ટીમ બનાવના સ્થળે પહોંચી. સ્ટેશન પર માલગાડી હોય ૧૦૮ના સ્ટાફે દોઢ કિ.મી. ચાલી દર્દી પાસે પહોંચવું પડયું. દર્દીને સ્ટે્રચરમાં ૧૦૮ સુધી લાવ્યા. પ્રસૂતાને દુ:ખાવો વધતાં ૧૦૮ માં પ્રસૂતિ કરાવવામાં આવી. ૧૦૮ના ઇએમટી રસીલાબા તથા પાઇલોટ (ડ્રાઇવર) ધર્મેશભાઇની જહેમતના કારણે આ શ્રમિક મહિલા તથા બાળકીનો જીવ બચ્ચો. બાદમાં મહિલા તથા અધૂરાં માસે જન્મેલી બાળકીને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો