ભારત સરકારના કોરોના વિરૂધ્ધના જન આંદોલન ના ભાગરૂપે ગુરૂવારે કલેકટર કચેરી, મહાનગરપાલિકા, સ્ટેન્ડીંગ કમિટી તથા ખિજડા મંદિર ખાતે શપથ લેવાના કાર્યક્રમો યોજવામાં આવેલાં.
કલેકટર રવિશંકર, કમિશનર સતિષ પટેલ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સુભાષ જોષી, જીહ્મછ ના અધિકારીઓ-કર્મચારીઓ તથા ખિજડા મંદિર ખાતે આચાર્ય શ્રી કૃષ્ણમણિજી મહારાજ-ભાવિકો વગેરે શપથ લીધાં હતાં.
શપથમાં માસ્ક ધારણ, સોશિયલ ડીસ્ટન્સ, સેનેટાઇઝરનો ઉપયોગ વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવેલો.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો