જામનગરના તળાવમાં નવું પાણી આવ્યા પછી આપઘાતની સંખ્યા વધી છે. છેલ્લા એક મહિનામાં તળાવમાંથી ચોથો મૃતદેહ મળી આવ્યો છે.
ગુરૂવારે સવારે પ્લોટ પોલીસ ચોકીના સામેના ભાગમાં અંદાજે વીસેક વર્ષના યુવાનનો મૃતદેહ તળાવના પાણીમાંથી મળી આવ્યો. પ્રમાણી ટાઉનશિપમાં રહેતાં રાજેશભાઇ ગોવિંદભાઇ સોલંકીના પુત્ર કૃણાલએ આત્મહત્યા કરી હોવાનું જાહેર થયું છે. ફાયર કર્મીઓએ મૃતદેહ તળાવમાંથી બહાર કાઢી પોલીસ સવિભાગને સોંપ્યો હતો.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો