છોટીકાશી જામનગરના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે પુરૂષોતમ માસ નિમિતે ગુરૂવારે ૨૧૫૧ દિપમાળાના દર્શનનું આયોજન સાંજે ૬:૪૫ વાગ્ય યોજવામાં આવેલુ. આ દિપમાળા મોટા કળશની અંદર સ્વતિક અને શુભ લાભના સ્વરૂપમાં ગોઠવવામાં આવી હતી. તેમજ મહાદેવના શિવલીંગની આજુબાજુમાં પણ દિપ ગોઠવવામાં આવેલા. જેનો સેંકડો શ્રધ્ધાળુઓએ ધર્મલાભ લીધો. આ અદભૂત નઝારો લોકો પોતાના મોબાઇલમાં કેદ કર્યો હતો.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો