જામનગર મહાનગરપાલિકા, મિલ્કત વેરા શાખા દ્વારા વોર્ડ નં.૧૯ માં કુલ-૬ બાકીદાર આસામીઓ કે જેઓનો મિલ્કત વેરો કુલ રૂ.૧,૨૨,૯૯૭/- બાકી રોકાય છે, જે આસામીઓની રૂબરૂ સ્થળ મુલાકાત લઇ બાકી વેરો ભરપાઇ કરવા માટે જાણ કરવામા આવેલ છે.
તદઉ૫રાંત, વોર્ડ નં.ર માં ૧ (એક) આસામી પાસેથી રૂ.૨૨,૯૯૦/-, વોર્ડ નં.૮ માં ર (બે) આસામી પાસેથી રૂ.૧૯,૧૬૧/-, વોર્ડ નં.૯ માં ૧ (એક) આસામી પાસેથી રૂ.૩૦,૨૦૦/-, વોર્ડ નં.૧૩ માં ર (બે) આસામી પાસેથી રૂ.૪૫,૯૦૩/- અને વોર્ડ નં.૧૭ માં ૧ (એક) આસામી પાસેથી રૂ.૨૬,૭૪૪/- સહિત કુલ-૭ (સાત) આસામીઓ પાસેથી સ્થળ ૫ર રૂ.૧,૪૪,૯૯૮/-ની વસુલાત કરવામાં આવેલ છે.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો