પ્રદેશ કોંગ્રેસમાંથી પ્રભારી રામકિશન ઓઝા તેમજ રાજ્યસભા ના સાંસદ નારણ રાઠવા અને સિદ્ધાર્થ પટેલે કાલે ગુરુવારે સાંજે 6/30 વાગે સરકીટ હાઉસ ખાતે કોન્ગ્રેસના સ્થાનિક આગેવાનો સાથે બેઠક યોજી હતી. જેમાં જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ જીવણભાઈ કુંભરવાડિયા તથા શહેર કોંગ્રેસ અધ્યક્ષ દિગુભા જાડેજા તથા અન્ય આગેવાનો અને કોર્પોરેટરો હાજર રહ્યા હતા. ચૂંટણી દાવેદારી સંબંધી વાતચીત થઈ હતી.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો