મુખ્ય સામગ્રી પર જાઓ

જામનગર જિલ્લાની મતદાર યાદી સંબંધીત સમીક્ષા બેઠક યોજાઇ

    જામનગરમાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લાના રોલ ઓબ્ઝર્વર - જી.પી.સી.બી. ગાંધીનગરના ચેરમેન  આર.બી.બારડના અધ્યક્ષ સ્થાને મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 2022 અંતર્ગત જિલ્લા કલેક્ટર  ડો. સૌરભ પારધી તેમજ જામનગર, દેવભૂમિ દ્વારકા તથા પોરબંદર જિલ્લાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી જેમાં  બારડે મતદાર યાદીને લગતા વિવિધ માપદંડોની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

    બેઠકમાં રોલ ઓબ્ઝર્વર બારડે ઉપસ્થિત વિવિધ જિલ્લાના ચૂંટણી અધિકારીઓ પાસેથી હાલના મતદારયાદી સુઘારણા કાર્યક્રમ દરમ્યાન મહિલા મતદારોની નોંધણી, જિલ્લાના જેન્ડર રેશિયોમાં થયેલ સુધારો, વસ્તી ગણતરીમાં નોંંધાયેલ કુલ વસ્તી તેમજ મતદારયાદીમાં નોંધાયેલા મતદારો મુજબ ઈ.પી. રેશિયોમાં થયેલ સુધારો, ૧૮-૧૯ તેમજ ૨૦-૨૯ વયજૂથના યુવા મતદારોની નોંધણીમાં થયેલ વધારો વગેરે જેવી મતદાર યાદી સંબંધીત વિગતો મેળવી હતી તેમજ તબક્કા વાર દરેક માપદંડો ચકાસી વિવિધ જિલ્લાઓ દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરી, લક્ષ્યાંકો સહિતની બાબતે માર્ગદર્શન પૂરું પાડી જરૂરી સૂચનો કર્યા હતા.

    બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી  કે.એસ.ગઢવી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દેવભૂમિ દ્વારકા  આસ્થા ડાંગર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પોરબંદર હેતલ જોશી તથા ઉપરોક્ત તમામ જિલ્લાના મતદાર નોંઘણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...