મુખ્ય સામગ્રી પર જાઓ

ટાઉનહોલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

    જામનગર મહાનગરપાલિકા  તા.3/9/2022 ના રોજ આઠમા  તબક્કાનો વોર્ડ નંબર 15 અને 16 નો સેવા સેતુ કાર્યક્રમ ટાઉનહોલમાં યોજાયો હતો.

    આ સેવા સેતુ કાર્યક્રમ માં જામનગર મહાનગરપાલિકા અને મામલતદાર કચેરીની જુદી - જુદી સેવાઓ જેમકે, નવા આધાર કાર્ડ તથા આધારકાર્ડમાં સુધારો, આવકનો દાખલો, જાતિનો દાખલો, કુંવરબાઈનું મામેરુ ,દિવ્યાંગ બસ પાસ ,મરણોત્તર સહાય,  ઈ- શ્રમ રજીસ્ટ્રેશન, જન્મ નોંધણી, સોપ રજીસ્ટ્રેશન, કારખાના લાયસન્સ, મોબાઇલ બેન્કિંગ, જન ધન યોજનાનું એકાઉન્ટ ખોલાવવું, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, ડિજિટલ ટ્રાન્જેક્શન લિટ્રેસી, વિધવા સહાય, રાશન કાર્ડ માં સુધારા, પી.એમ. સ્વનિધિ,  હેલ્થચેકઅપ, covid રસીકરણ કેન્દ્ર, પીજીવીસીએલ ને લગતી સેવાઓ, ટેક્સ વિભાગને લગતી  અરજીઓ સહિતના વિભાગોએ શહેરીજનોને  સેવાઓ પૂરી પાડી હતી,  આ કાર્યક્રમનો અંદાજિત 1600 થી 1800  લાભાર્થીઓ એ લાભ લીધો હતો અને  ટેક્સ વિભાગને લગતી 188  અરજીઓ મળી હતી.

    આ કાર્યક્રમમાં મેયર બીનાબેન કોઠારી, ડે.મેયર  તપન પરમાર, સ્ટે.ચેરમેન  મનીષ કટારીયા ,શાસક પક્ષના નેતા  કુસુમબેન પંડ્યા , દંડક  કેતન ગોસરાણી  , કમિશનર  વિજય ખરાડી , નાયબ કમિશનર   ભાવેશ જાની એ સ્થળ નિરીક્ષણ કર્યું હતું.  તેમજ વોર્ડ નં 15 અને 16 ના કોર્પોરેટર  હર્ષાબા જાડેજા,  શોભનાબેન  પઠાણ,   જયંતી ગોહિલ,  પાર્થ કોટડીયા,  ગીતાબા  જાડેજા,  ભારતીબેન ભંડેરી,  વિનોદ ખીમસુરીયાએ  હાજર રહી સહયોગ આપ્યો હતો.


 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...