કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમદાવાદ ખાતે આવ્યા ત્યારે તેઓનાં સ્વાગત કાર્યક્રમમાં જામનગરની બહેનો પણ જોડાઈ હતી. જામનગરમાં પ્રદેશ મંત્રી જેનબબેન ખફીના માર્ગદર્શન હેઠળ આ માટે બહેનોની મહેંદી સ્પર્ધા યોજવામાં આવી હતી. જેનબબેન દ્વારા ઈનામો આપવામાં આવ્યા હતાં અને હથેળીમાં મહેંદી વડે વેલકમ રાહુલ ગાંધી લખેલી આ તમામ બહેનોને અમદાવાદ લઈ જવામાં આવી હતી. આ તકે શહેર કોંગ્રેસ મહિલા અધ્યક્ષા રંજનબેન ગજેરા તથા રેહાનાબેન શેખ વગેરે જોડાયા હતાં.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો