વિધાનસભા ચૂંટણી પૂર્વે માહોલ જામી રહ્યો છે. શનિવારે જામનગરમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી વિરુદ્ધ ટેબ્લો શહેરમાં વિવિધ વિસ્તારોમાં ફેરવવા માટે આયોજન અમલમાં મૂકવામાં આવ્યું. આ ટેબ્લોમાં વિગતો મૂકવામાં આવી છે કે, કોન્ગ્રેસના કામો બોલે છે. સમગ્ર શહેરમાં મોંઘવારી વિરોધી આંદોલનનાં પ્રસાર માટે આ ટેબ્લો લોન્ચ કરવામાં આવ્યો ત્યારે પ્રદેશ મંત્રી સહારાબેન મકવાણા, શહેર કોંગ્રેસ અધ્યક્ષ દિગુભા જાડેજા, મહિલા કોંગ્રેસ અધ્યક્ષા રંજનબેન ગજેરા, મહામંત્રી સાજિદ બલોચ, નગરસેવક નૂરમામદ પલેજા વગેરે હાજર રહ્યા હતાં.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો