જામનગરમાં કોર્પોરેશન દ્વારા રાજકોટ હાઈવે પર સ્કોડા કંપનીનાં શોરૂમ સામેનાં ભાગમાં ગણેશ વિસર્જન માટે કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યો છે જ્યાં નગરનાં વિવિધ ગણેશ મંડળો દ્વારા ભગવાન ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. આ તકે મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારી તથા ફાયરનો સ્ટાફ હાજર રહ્યો હતો.
જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો