- એશિયાના સૌથી મોટાં ગિરનાર રોપ-વેનું આજે પ્રધાનમંત્રીના હસ્તે ઇ-લોકાર્પણ: ૭ મિનિટનું ભાડું ૭૦૦ રૂપિયા. રોપ-વે માં પ્રવાસ કરનારની પાંચ કલાક બચશે. દર કલાકે ૮૦૦ દર્શનાર્થીઓ રોપ-વ મારફત જઇ શકશે. લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે. ઉષા બ્રેકો કંપનીએ રૂા. ૧૩૦ કરોડના ખર્ચે રોપ-વે બનાવ્યો. સમગ્ર પ્રોજેકટની નિભાવ-જાળવણી પણ આ જ કંપની કરશે. ૨.૩ કિ.મી.નો રસ્તો ૭ મિનિટમાં કપાશે. રૂટમાં ૯ ટાવર છે. હાલમાં ૨૫ ટ્રોલી કાર્યરત કરવામાં આવી છે. ૧ ટ્રોલીમાં ૮ લોકો બેસશે
- ડૂંગળીમાં સરકારે સ્ટોક મર્યાદા જાહેર કરી છે. જથ્થાબંધ વેપારી ૨૫ ટન, છૂટક વેપારી ૨ ટન ડુંગળી રાખી શકશે. મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટકમાં ભારે વરસાદથી ડુંગળીનો ૭૫ ટકા પાક ધોવાઇ ગયો છે. ગુજરાતમાં ૮ લાખ ટન જ ડુંગળી પાકશે. સ્ટોક મર્યાદા ૩૧ ડિસેમ્બર સુધી રહેશે. પંદર દિવસ પછી રાજસ્થાની ડુંગળી આવશે. જાન્યુઆરીના અંતથી ફરી ભાવો ઉંચા થઇ જશે
- કેન્દ્રીંય મંત્રી રૂપાલાએ કોરોનાગ્રસ્ત નરેશ કનોડીયાને શ્રધ્ધાંજલિ આપી દીધી: ભૂલ સમજાતાં ટિવટ ડીલિટ કયું<
- ભાજપા-કોંગ્રેસ ગુજરાતમાં વિધાનસભા પેટાચૂંટણી માટે ખૂલ મહેનત કરે છે. જિલ્લા કક્ષાના આગેવાનોને દોડાવે છે પરંતુ કોરોના, લોકડાઉન, મોંઘવારીથી ત્રાસેલાં મતદારોને ચૂંટણીઓમાં કોઇ જ રસ નથી
- બોયકોટ ચાઇના ની માત્ર વોત-દંભ: ૨૦૨૦ ના જૂલાઇથી સપ્ટેમ્બરમાં દેશમાં પાંચ કરોડ સ્માર્ટફોનનું વેચાણ, જે પૈકી ૭૬ ટકા ફોન ચાઇનીઝ બનાવટના વેચાયા
- અમદાવાદમાં ૨૭૩૨૨ પૈકી ૧૮૯૧૨ ઇમારતોમાં ફાયર એનઓસી નથી: જાહેર હિતની અરજી અનુસંધાને સરકારે વડી અદાલતમાં માહિતી આપી: ફાયર સેફટી સર્ટિફીકેટ પોર્ટલ બનશે. ૬૭૨ ફાયર ઓફિસરની ભરતી થશે. જામનગરમાં ૫૦૭ ઇમારત પૈકી ૨૨૭ પાસે ફાયર એનઓસી નથી
- જે કોરોના સંક્રમિત દર્દીઓ સ્વસ્થ થાય છે તે પૈકી ઘણાં લોકો માથાના વાળ ખરવાની સમસ્યા અનુભવે છે. તેની પાછળનું કારણ ચિંતા છે. માટે ચિંતા ન કરવી: વાળના ગ્રોથ તથા મજબૂતી માટે વિટામિનયુકત ખોરાાક, ફળો આરોગવા તથા રોગપ્રતિકારક શકિત વધારવી. વાળ ખરવાની આ સમસ્યા લાંબો સમય નથી રહેતી. કોરોના ના ૨૫ લક્ષણો પૈકી આ પણ એક લક્ષણ છે.
- રાજ્યના વિકાસ કમિશનરે તમામ જિલ્લાઓના ડીડીઓને પત્ર લખ્યો છે. રેવન્યૂ શાખા પંચાયત શાખાને જણાવે છે કે, મંજૂરી વગર બાંધકામો થાય છે. કોઇ પણ યોજનાકીય કાર્યોની મંજૂરી પહેલાં જમીનની ઉપલબ્ધતા, માલિકી હક્કની ખાતરી કરવા, સરકારી જમીન પર દબાણ ન થાય તે માટે તકેદારી રાખવા, ડીઇઓ (જિલ્લા શિક્ષણાધિકારી)ને સૂચના આપવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો