જામનગરની પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ ગચ્ચર તથા તેમની ટીમે એલસીબી પીઆઇ કે.જી. ચૌધરીના માર્ગદર્શન પ્રમાણે, અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાંથી ટેકનિકલ એનાલિસિસના આધારે મધ્યપ્રદેશના રાકેશ ચૌહાણ નામના શખ્સને ઝડપી લીધો છે. આ શખ્સ આઠ વર્ષ પહેલાંના એક હત્યા કેસનો આરોપી છે. ધ્રોળ તાલુકાના ખોડાપિપર ગામાં પ્રેમ પ્રકરણના અનુસંધાને ૨૦૧૨ માં એક યુવકની હત્યા નિપજાવવામાં આવેલી.
સ્ટાફના કામસભાઇ, ગજેન્દ્રસિંહ, ધર્મેન્દ્રસિંહ, હંસરાજભાઇ, સલીમભાઇ વગેરેએ આ કામગીરીમાં જોડાયા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો