જામનગર જિલ્લામાં ભારે વરસાદમાં નુકસાની પેટે ખેડૂતોને કૃષિ રાહત પેકેજ અંતગર્ત રૂ. ૧૭ કરોડ ચૂકવવામાં આવ્યા છે. ડીડીઓના માર્ગદર્શન મુજબ, જિલ્લા પંચાયત દ્વારા કુલ ૧૧૦૦૦ ખેડૂતોને આ રકમ બેંક ખાતાં મારફત માત્ર એક જ દિવસમાં ચૂકવવામાં આવી છે. કુલ ૯૩૮૭૫ ખેડૂતોને વીસી મારફત અરજી કરી હતી. હજૂ ૩૦ ઓકટોબર સુધી અરજી થઇ શકશે.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.



ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો