ઉતરપ્રદેશના હાથરસમાં સર્જાયેલા ગેંગરેપ-હત્યાકાંડની પિડીતાના કેસના આરોપીઓ વિરૂધ્ધ કડક પગલાંની માંગણી સાથે જામનગર વીએચપી દ્વારા સતાવાળાઓને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જિલ્લા પ્રમુખ ભારત ફલીયા તથા મહામંત્રી ધર્મેશ ગોંડલીયાની આગેવાનીમાં આપવામાં આવેલાં આ આવેદનપત્રમાં જણાવાયંુ છે કે, આ પ્રકારના ગુનાઓના આરોપીઓને ફાંસીની સજા મળવી જોઇએ.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો