જામનગર એલસીબીએ જોડીયા તાલુકાના હડીયાણા નજીક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પાસેથી રાજેન્દ્રસિંહ (રાજભા) કેશુભા સોઢા (જોડીયા, દલનો વાસ) નામના શખ્સને રૂા. ૨૫૦૦૦ ની કિંમતની પિસ્તોલ સાથે ઝડપી લીધો છે.
એલસીબી પીઆઇ કે.જી. ચૌધરીની સૂચના મુજબ, બે પીએસઆઇ ગોજિયા, દેવમુરારીની ટીમના પ્રતાપભાઇ, ભગીરથસિંહ, સંજયસિંહ, અશ્વિનભાઇ, હરપાલસિંહ વગેરે આ કાર્યવાહીમાં જોડાયા હતાં.
આ શખ્સે આ હથિયાર કાદર (ઓઢિયો)્ર જુમાભાઇ જૂણેજા, દીવુભા જદુવિરસિંહ જાડેજા (ધ્રોળ) પાસેથી મેળવેલું.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો