જામનગર એલસીબીએ જામજોધપુરમાં બહુચરાજી માતાજીના મંદિર નજીકના વિસ્તારમાં દરોડો પાડી, ક્રિકેટનો ડબ્બો ચલાવતાં ધમલ (ભોદો) રાજેશભાઇ કડીવાર નામના શખ્સને રૂા. ૪૭૫૦૦ ની રોકડ, ૭ મોબાઇલ, લેપટોપ વગેરે સાથે ઝડપી લીધો છે. ૧૪ આરોપીઓને ફરાર જાહેર કરવામાં આવ્યા છે.
એલસીબી પીઆઇ કે.જી. ચૌધરીની સૂચના પ્રમાણે બે પીએસઆઇ ગોજિયા, દેવમુરારીની ટીમના વનરાજભાઇ, ફીરોઝભાઇ, જયુભા, નાનજીભાઇ, શરદભાઇ વગેરેએ આ દરોડો પાડયો હતો.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો