. જામનગર સહિત દેશભરમાં ૧૩,૦૦૦ થી વધુ શાખાઓ ધરાવતી સેન્ટ્રલ બેન્કમાં તાજેતરમાં કર્મચારીઓની સામૂહિક અને આડેધડ બદલીઓ કરવામાં આવી રહી હોય, કર્મચારીઓએ સોમવારે તથા મંગળવારે હડતાળ જાહેર કરી છે. મુખ્ય શાખા સમક્ષ કર્મચારીઓએ પ્લેકાર્ડ દર્શાવી, સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. આ તકે યુનિયનનાં જિલ્લા સંગઠન મંત્રી કુલીન ધોળકિયા, મનોજ મેહતા તથા હેમાંગ જેઠવા વગેરે હાજર રહ્યા હતાં.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો