મુખ્ય સામગ્રી પર જાઓ

આઈ.ટી.આઈ.માં કૌશલ્ય દીક્ષાંત સમારોહ યોજાયો

    
    વડાપ્રધાનના જન્મ દિવસે ભારતની તમામ આઈ.ટી.આઈ.ખાતે "કૌશલ્ય દીક્ષાંત સમારોહ" નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જે અંતર્ગત આઈ.ટી.આઈ. જામનગર ખાતે પણ કૌશલ્ય દીક્ષાંત સમારોહ યોજાયો હતો. વિશ્વકર્મા જયંતિના પાવન અવસરે "શ્રમેવ જયંતે" નાં સૂત્રને સાર્થક કરવા જામનગર શહેરની તમામ આઇ.ટી.આઈ. જેવી કે આઈ.ટી.આઈ. જામનગર, આઈ.ટી.આઈ. મહિલા ગુલાબનગર અને શુભશ્રી ગ્રાન્ટ ઈન આઈ.ટી.આઈ. માં ઉતિર્ણ થયેલ તાલીમાર્થી ભાઈઓ-બહેનોને સર્ટિફિકેટ આપી તેઓનું સન્માન કરી દેશનાં "STRATUP INDIA" અને "SKILL INDIA" મિશનને સફળ બનાવવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગ્રામ્ય પ્રાંત અધિકારી  ધાર્મિક ડોબરીયા, આઈ.ટી.આઈ.નાં બ્રાન્ડ એમ્બેસેડર અને ગીતા મશીન ટુલ્સનાં મેનેજિંગ ડાયરેક્ટર  સરદારસિંહ જાડેજા, એટલાસ મેટલ્સ કંપનીનાં મેનેજિંગ ડાયરેકટર  રાજેશભાઈ ચાંગાણી, આઈ.ટી.આઈ.નાં આચાર્ય  એમ.એમ. બોચિયા, મહિલા આઈ.ટી.આઈ. નાં આચાર્ય જીજ્ઞેશ વસોયા, ગુલાબનગર આઈ.ટી.આઈ. નાં આચાર્ય  ગાગીયા, ફોરમેન ઇન્સ્ટ્રક્ટર, સુપરવાઈઝર ઈંસ્ટ્રકટર અને તમામ આઈ.ટી.આઈ. નાં ઉતિર્ણ થયેલ આશરે ૫૦૦ જેટલા તાલીમાર્થી ભાઈઓ-બહેનો હાજર રહ્યા હતા. આઈ.ટી.આઈ. નો કોર્ષ કર્યાં પછી ઘણા બધા વિકલ્પ ઉપલબ્ધ છે જેવા કે એપ્રેંટિસ ટ્રેનિંગમાં જોડાઈ કંપનીમાં નોકરી મેળવી શકે છે, તદુપરાંત ડિપ્લોમામાં જોડાઈને પણ કારકિર્દિ બનાવી શકે છે. તેમજ ધોરણ ૧૨ માં ફકત એક અંગ્રેજી વિષયની પરીક્ષા આપીને પણ ધોરણ ૧૨ સમકક્ષ પ્રમાણપત્ર મેળવી ઉચ્ચ અભ્યાસ કરી શકે છે. તે પ્રકારની વિવિધ કારકિર્દિ લક્ષી માહિતીથી તાલીમાર્થીઓને વાકેફ કરાયા હતા. અંતમાં મહાનુભાવોનાં હસ્તે સપ્ટેમ્બર ૨૦૨૨માં પાસ થયેલ તાલીમાર્થી ભાઈઓ-બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...