એક ત્રાહિત વ્યકિત એ 181મહિલા હેલ્પ લાઇનમાં કોલ કરી માહિતી આપેલ કે, સુરતમાં એક મહિલા ડુમસ રોડ સરગમ શોપીંગ સેન્ટર ફૂટપાથ પર સૂઇ રહયા છે. જેથી ઉમરા અભયમ રેસ્કયું ટીમ સ્થળ પર પહોચી મહીલા નુ કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલ કે તેઓ ભુલા પડેલ છે જેઓ ને મદદ ની જરૂર હોવાથી ઓ.એસ સી માં સુરક્ષિત આશ્રય અપાવવામાં આવેલ છે.
મળતી માહિતી મુજબ અજાણી મહિલા 2/3દીવસ થી ફૂટપાથ પર સૂઇ રહેે છે મહિલાના મદદ કરવાના આશય થી એક ત્રાહિત વ્યકિત એ 181મહિલા હેલ્પ લાઇન મા જાણ કરેલ અભયમ રેસક્યું ટીમ ઉમરા સ્થળ પર પહોંચી મહિલા સાથે વાતચીત કરતા જાણવા મળેલ કેતેમના લગ્ન થઈ ગયા છે 2 સંતાન છે અને અમદાવાદ તેમનું સાસરીયુ છે. તેમના માતા પિતા નથી બહેન સુરત મા રહેછે.પરતુ કયા રહે છે તે ખબર ન હતી તેઓ ની યાદદાસ્ત ઓછી હોય તેમ જણાઈ રહ્યું હતુ સુરતમાં કોઈ ઓળખાણ નથી જેથી તેઓ ને સુરક્ષિત આશ્રય અપાવવામાં આવેલ છે આ સાથે ફોટા વાળા મહીલાની કોઈ ને જાણકારી મળે તો
અભયમ નો સંપર્ક સાધવા વિનંતી જેથી તેઓ ને પરિવાર સુધી પહોંચાડી શકાય.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો