જામનગર સહિત રાજ્યભરમાં હજારો તલાટીઓ પોતાની પડતર માંગણીઓ સંદર્ભે સરકારને વારંવાર રજૂઆતો કરે છે. આ રજૂઆતો હજુ પણ અણઉકેલ હોવાથી હજારો તલાટીઓ બીજી ઓગસ્ટથી હડતાળ પર છે. તાજેતરમાં જામનગર જિલ્લા સરપંચ સંગઠન મંડળ ( પ્રમુખ મહેશભાઈ આહિર) દ્વારા તલાટીઓના આંદોલનને સમર્થન આપવામાં આવ્યું છે અને સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે, તલાટીઓની વાજબી માગણીઓનુ યોગ્ય નિરાકરણ લાવવું જોઈએ કેમ કે, તલાટીઓની હડતાળથી લાખ્ખો ગ્રામજનોના અસંખ્ય કામો ઠપ્પ થયાં છે. ગ્રામ પંચાયતોમાં કોઈ કામો થઈ શકતાં નથી. સરપંચોના આ સંગઠને જિલ્લા સત્તાવાળાઓને આવેદનપત્ર આપ્યું હતું.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો