જામનગરની કીડસ ફન ક્લબ દ્વારા તા.7 ઓગસ્ટ રવિવાર ના રોજ સનસાઈન સ્કૂલ માં બાળકો માટે તહેવારને અનુરૂપ એક વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં બાળકોને રાખડી અને ફ્રેન્ડશીપ ડે કાર્ડ બનાવતા કવિતામેમ દ્વારા શિખડવામાં આવ્યું,તે ઉપરાંત ભારતીય સંસ્કૃતિ આધારિત એક ક્વીઝ કોમ્પિટીશન પણ ગ્રેસ યુથ ટ્રસ્ટ(ફાઉન્ડર- ધરતીબેન ઉમરાણીયા) દ્વારા કરવામાં આવી હતી અને 15 ઓગસ્ટ ત્રિંરગા થીમમાં બેસ્ટ વેલ ડ્રેસ માં પણ બાળકો ને ઈનામ આપવામાં આવ્યા, તેમજ વર્કશોપ માં ભાગ લેનાર તમામ બાળકો ને ભરતભાઈ કાનાબાર તરફ થી પ્રોત્સાહિત ઈનામ આપવામાં આવ્યા હતા.જેમાં બહોળી સંખ્યામાં બાળકો અને માતાઓ જોડાયા હતા,સમગ્ર કાર્યકમ ને સફળ બનાવવા કીડસ ફન ક્લબ ની ટીમ અને તેમના ફાઉન્ડર મોસમી બેન કનખરા એ જહેમત ઉઠાવી હતી.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો