જામજોધપુર તાલુકાના ચૂર ગામના બે પૂર્વ સરપંચ ઝડપાયા છે. એસીબીએ આ બંનેની ધરપકડ કરી છે. આ સરપંચોએ ભૂતકાળમાં વિકાસ કામો પેટે ગેરકાયદે ચૂકવણું કરી સરકાર સાથે વિશ્વાસઘાત કર્યો હતો તેવા તેમના પર આરોપ છે. આરોપી મુરીબેન નથુભાઇ રાઠોડ તથા નિતેશસિંહ ગભીરસિંહ જાડેજાની ધરપકડ થઇ છે. બંનેના કોરોના ટેસ્ટ નેગેટિવ જાહેર થયા છે.
એસીબીના આસિ. ડાયરેકટર એ.પી. જાડેજાના માર્ગદર્શન પ્રમાણે, પીઆઇ એ.ડી. પરમારની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી છે.



ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો