જામનગર સહિત દેશભરમાં બેંકોના કર્મચારીઓ અને વિવિધ સાહસોના તમામ કર્મીઓ મળી કુલ અંદાજે ૨૫ કરોડ લોકોએ આજે દેશભરમાં સરકારની નીતિનો વિરૂધ્ધ હડતાળ યોજી છે. સરકારની નીતિઓને કામદાર, ખેડૂત, પ્રજા વિરોધી લેખાવવામાં આવી છે. બેરોજગારી, પગાર કાપ પણ હડતાળના મુદ્ા છે.
બેંકો, વાજળી, ખેતી, સંરક્ષણ, કોલ, વિમો, ઇંધણ, સ્ટીલ વગેરે ક્ષેત્રમાં કામદારોમાં આક્રોશ છે. સરકારને લોકોની વેદનાનો અવાજ સંભળાતો નથી એમ જણાવી બેંક કર્મીઓએ બુધવારે સાંજે યુકો બેંક નજીક (જૂની દિપક ટોકીઝ પાસે) સૂત્રોચ્ચાર, દેખાવો કર્યા હતાં. આજે બેંકોમાં હડતાળ છે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો