ઉતરપ્રદેશના હાથરસ ખાતે દલિત સમાજની મનિષા વાલ્મિકીનો ગેંગરેપ, હત્યા કાંડ દેશ આખામાં ચકચાર મચાવે છે.
જામનગરમાં જિલ્લાના તમામ અનુસૂચિત જાતિ સંગઠનોએ આ ઘટનાનો વિરોધ નોંધાવવા તથા આરોપીઓને કડક સજા અપાવવા ગુરૂવારે સાંજે લાલબંગલા ખાતે કેન્ડલ માર્ચ- શ્રધ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલો.
તાજેતરમાં કચ્છના રાપર ખાતે દલિત સમાજના અગ્રણી કર્મશીલ, વકીલની ધોળે દિવસે હત્યા થઇ છે તેમને પણ શ્રધ્ધાંજલિ આપવામાં આવી છે. આ ઉપરાંત તમામ અનુસૂચિત સંગઠનોએ આવેદનપત્ર આપવા માટેની વિચારણા પણ કરી હતી.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો