જામનગરમાં ખોજા નાકા બહાર વિસ્તારમાં મણિકર્ણિકંકેશ્વર નજીક પુલના અભાવે લોકો પરેશાન છે. કોર્પોરેશને પુલ બનાવ્યો નથી. લોકો નદીના પાણીમાં ચાલી સામે કાંઠે જવા મજબૂર છે. વિપક્ષના નેતા અલ્તાફ ખફીએ કામ શરૂ કરાવેલું પરંતુ આજની તારીખે આ કામ અધૂરૂં.
આ વિસ્તારના હજારો લોકો દર ચોમાસે અને ચોમાસા પછીના સમયમાં અત્રે પરેશાન થાય છે. પરંતુ મહાનગરપાલિકા ધ્યાન આપતી નથી. સ્થાનિક લોકોએ અંજલિ ન્યૂઝને વિડીયો મોકલાવ્યો છે. આ સમસ્યા અંગે મહાનગરપાલિકા ધ્યાન આપે તેવી લાગણી સાથે માંગણી સ્થાનિક લોકો કરી રહ્યા છે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો