જામનગરના શાસકપક્ષના નગરસેવકાઅ રચનાબેન નંદાણીયાએ પોતાના વોર્ડમાં પડતર કામ કરાવવા મહાનગરપાલિકામાં કમિશનર ઓફિસમાં મોડે સુધી ઢોલ વગાડવો પડયો! ત્યારબાદ કમિશનરના આદેશ પછી મહાનગરપાલિકાના અધિકારીઓએ વોર્ડ નંબર ૪ માં પડતર કામગીરી શરૂ કરી છે. લોકોમાં ચર્ચા શરૂ થઈ છે કે, સામાન્ય લોકોએ પોતાના કામો માટે હવે "ઢોલ વગાડવાનો વિકલ્પ" અપનાવો પડશે? આ કેવો વિકાસ?
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.



ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો