લોકડાઉનના ૬ માસ દરમિયાન જમીન, મિલ્કતો વેચાણ સહિત કુલ ૪.૭૬ લાખ દસ્તાવેજોની નોંધણી ગુજરાતમાં થઇ છે. સરકારને સ્ટેમ્પ ડયૂટી પેટે રૂા. ૭૭૩ કરોડની આવક ટઇ છે. ગત્ વર્ષ કરતાં આ વર્ષે વધુ દસ્તાવેજો થયા છે. દસ્તાવેજો પૈકી ૮૫ ટકાથી વધુ જમીન, મકાનના હોય છે. ગત ૨૪ એપ્રિલથી એપોઇન્ટમેન્ટ અને ઇ-પેમેન્ટ ફરજિયાત છે. પ્રક્રિયાઓ ઓનલાઇન થયા પછી અત્યાર સુધીમાં ૫૪૮ કિસ્સાઓમાં રજીસ્ટ્રેશન ફી તથા સ્ટેમ્પ ડયૂટી ફી આપવી પડી છે.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો