સુભાષચંદ્ર બોઝએ આઝાદી માટે બનાવેલી આઝાદ હિંદ ફૌજની રચનાને, ૨૧ મી ઓકટોબરે ૭૭ વર્ષ પૂર્ણ થતાં જામનગરમાં સુભાષ બ્રિજ (જૂનો વિકટોરીયા પુલ) નજીક સ્થાપવામાં આવેલ સુભાષચંદ્ર બોઝની પ્રતિમાંને મેયર હસમુખભાઇ જેઠવા તથા હિંદુ સેના પ્રમુખ પ્રતિક ભટ્ટ, યુવા અધ્યક્ષ મયૂર પટેલ વગેરેએ ફુલહાર કર્યા હતાં અને વંદે માતરમ્નંુ ગાન કરવામાં આવેલું.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.



ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો