જામનગરના ઉદ્યોગનગર પાણાખાણ વિસ્તારમાં રહેતાં ૫૫ વર્ષના કેશવ બંસીધર ચૌધરીએ (મો. 74878 71571) પોલીસમાં અરજી આપી છે કે તેનો સોળેક વર્ષનો પુત્ર પરમાત્માકુમાર ૧૦ ઓકટાબરથી ગૂમ છે. આ પરિવાર બિહારી છે. તેના પિતા પાણાખાણામાં રૂપન ઓકિસજન ગેસ કંપનીમાં નોકરી કરે છે. ગૂમ તરૂણની ઉંચાઇ પાંચ ફૂટ થી વધુ છે. વાન ગોરો છે. મગજશકિત થોડી ઓછી છે. કોઇને કશી જાણકારી મળે તો સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવો અથવા કેશવ બંધીર ચૌધરીના મોબાઇલ નંબર ઉપર જાણ કરવી.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો