- પાવાગઢ રોપ-વે ની લંબાઇ ૭૩૯ મીટર છે. ટિકિટના દર રૂા. ૧૪૧ છે. ગિરનાર રોપ-વે ની લંબાઇ ૨૩૨૦ મીટર છે. ટિકિટના દર રૂા. ૮૨૬ છે. ૧૪ નવેમ્બર પછી ટિકિટના રૂપિયા ૭૦૦ વતા ૧૮ ટકા જીએસટી સાથે રૂપિયા ૮૨૬
- મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બોલ્યા: ભાજપા બિહારમાં કોરોના રસીની વાત કરે છે તો શું બીજાં રાજ્યો પાકિસ્તાન-બાંગ્લાદેશ માં છે?! બિહારમાં ચૂંટણી છે.
- અમેઝોન કંપનીને રાહત મળી છે. સિંગાપુર સ્થિત સેન્ટ્રલ કોર્ટે રિલાયન્સ તથા ફયૂચર ગ્રુપ વચ્ચેના સોદા (ડીલ) પર સ્ટે આપ્યો છે. એમેઝોને ફેયૂચર કંપની પર કેસ કર્યો હતો. કોર્ટના આર્બિટ્રેટર વી.કે. રાજાએ એમેઝોનની તરફેણમાં વચગાળાનો આ આદેશ આપ્યો છે.
- ગિરનાર ટેમ્પલ રોપ-વે માં સફર માટે યાત્રિકોની લાંબી લાઇનો લાગે છે: જે પ્રવાસીની ઉંચાઇ ૧૧૦ સે.મી. થી વધુ હોય તે બે ટિકીટના રૂા. ૭૦૦ ચૂકવવાના, બાકીના લોકોએ રૂા. ૩૫૦ ચૂકવવાના. જો કે ૨૫ ઓકટોબર થી ૧૪ નવેમ્બર સુધી ખાસ ડિસ્કાઉન્ટ છે. પુખ્ય લોકોની ટિકિટ રૂા. ૬૦૦ અને બાળકોની ટિકિટ રૂા.૩૦૦
- આજથી દિલ્હીમાં આર્મી કમાન્ડર્સની કોન્ફરન્સ: ૨૯ ઓકટોબરે છેલ્લો દિવસ
- મધ્યાહન ભોજન યોજનાના રાજ્યભરના કર્મચારીઓ ૨૮ ઓકટોબરે પાટનગર ગાંધીનગરમાં સરકાર વિરૂધ્ધ દેખાવો યોજશે. આ કર્મચારીઓની ઘણી માંગણીઓ, લાંબા સમયથી પડતર છે. પોલીસતંત્રની મંજૂરી સાથે દેખાવો યોજાશે.
- સ્પેનમાં ફરી એક વખત કટોકટી જાહેર કરવામાં આવી: કોરોના પોઝિટીવના ૧૦ લાખથી વધુ કેસ: વિશ્વમાં કુલ ૪ કરોડ ૩૦ લાખ કેસ: સ્પેનમાં આ અગાઉ બે વખત લોકડાઉન લાદવામાં આવેલું: વિશ્વમાં ૩ કરોડ ૧૭ લાખ કોરોના દર્દીઓ સ્વસ્થ થયા છે, ફ્રાંસની સરકાર પ્રથમ વખત સ્વિકાર્યું છે કે, અપેક્ષા હતી તે પ્રમાણમાં સરકાર દ્વારા કોરોના પ્રસાર અટકાવી શકયો નથી: સરકારના પ્રયાસો પૂરતાં અસરકારક રહ્યા નથી.
- જીટીયુમાં છાત્રોને પરીક્ષામાં માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જો કે ૬૦૦ છાત્રોએ માસ પ્રમોશન ન સ્વિકારી, પોતાનું પરિણામ સુધારવા પરીક્ષા આપવાનું નકકી કર્યું છે: યુનિવર્સિટી આ ૬૦૦ છાત્રોની પરીક્ષા લેશે: સમગ્ર રાજ્યમાં જિલ્લાવાઇઝ કુલ ૩૨ કેન્દ્રોમાં પરીક્ષા લેવાશે.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો