જામનગર શહેર વિસ્તારમાં એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે નિર્મળસિંહ જાડેજાને બાતમી મળતાં પીઆઇ કે.જી. ચૌધરીના માર્ગદર્શન મુજબ બે પીએસઆઇ દેવમુરારી-ગોજિયાની ટીમે સેન્ટ ઝેવિયર્સ વાળી ગલી પાસે આવેલા યુનિક શોપીંગ સેન્ટર પાસે જાહેરમાં ક્રિકેટનો સટ્ટો રમતાં બે શખ્સો, કશ્યપ ગિરીશ દેગડા તથા પ્રદિપસિંહ ભગવાનજી જાડેજાને રોકડ રકમ તથા મુદામાલ સાથે મળી કુલ ૧૧૮૪૦ સાથે ઝડપી લીધાં છે. ક્રિકેટનો સટ્ટો રમાડનાર બુકી દેવેન્દ્રસિંહ પરમાર (રહે. જામનગર)ને પકડવા પોલીસ કાર્યવાહી ચાલુ છે.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો