જામનગર શહેર-જિલ્લા રાજપૂત યુવા સંઘના ઉપક્રમે ક્રિકેટ બંગલા નજીક રાજપૂત સમાજની વાડી ખાતે જ્ઞાતિના અગ્રણીઓ તથા કાર્યકરો દ્વારા દશેરા નિમિતે શસ્ત્રપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવેલો. જેમાં કટાર, તલવારથી માંડીને રિવોલ્વર, બંદૂક સહિતના શસ્ત્રોનું શાસ્ત્રોક વિધિથી, સોશિયલ ડિસ્ટન્સ સાથે પૂજન કરવામાં આવ્યું હતું.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો