જામનગરની જી.જી. હોસ્પિટલ દ્વારા લોહીની જરૂરિયાત અંગે ભાનુશાળી બ્લડ ગ્રુપ સમિતિને ફોન કરવામાં આવેલો જે અનુસંધાને કીરીટભાઇ કનખરા (કેન્ટીન, જી.જી. હોસ્પિટલ)એ તથા બ્લડ ગ્રુપ સમિતિએ તાકીદે લોહીની જરૂરિયાત પૂર્ણ કરી છે. કીરીટભાઇએ અત્યાર સુધીમાં ૫૭ વખત રકતદાન કર્યું છે. બ્લડ ગ્રુપ સમિતિએ તેઓને સેવાના ક્ષેત્રમાં મહાયોધ્ધા લેખાવ્યા છે. માનવસેવા માટે રકતદાન ઉમદા-પ્રેરણારૂપ પ્રવૃતિ છે.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો