રણજિતસાગર રોડ પર આવેલ ર્કિતી પાન પાછળ નજીક નદીના કાંઠે એક યુગલે સજોડે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. ગળાફાંસો ખાનાર મધ્યપ્રદેશનો વતની અનિલ ધૂલિયાભાઇ (ઉં.૨૧) તથા કમાબેન ગુડુભાઇ ભૂરિયાએ સજોડે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. આ બંને કૌટુંબિક પિતરાઇ ભાઇ બહેન હોવાની તથા પ્રેમપ્રકરણના કારણે આ પગલું ભર્યાની ચર્ચા.
ઘટનાની જાણ થતાં ૧૦૮ ની ટીમ ઘટનાસ્થળે પહોંચેલી. આપઘાતનો બનાવ હોય પોલીસને જાણ કરવામાં આવી હતી. સિટી એ ડિવીઝન પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે દોડી ગઇ હતી અને વિગતો મેળવી હતી. પોલીસે આ બંનેના મૃતદેહ નીચે ઉતારી બોડીને પોસ્ટમોર્ટમની કાર્યવાહી માટે જી.જી. હોસ્પિટલ મોકલી આપી છે. આ આત્મહત્યા છે ક ેહત્યા તે તપાસ પોલીસ કરી રહી છે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો