જામનગર કોર્પોરેશનમાં પાછલાં નવ વર્ષથી અંદાજે ૧૭ જેટલાં કર્મચારીઓ કેન્દ્ર સરકારની યોજના દીનદયાળ અંત્યોદય યોજના તથા રાષ્ટ્રીય શહેરી આજિવિકા મિશન હેઠળ કામ કરી રહ્યા છે. આ કર્મચારીઓને નવ વર્ષથી પગારવધારો આપવામાં આવ્યો નથી. પગાર પણ અપૂરતો આપવામાં આવે છે. આ કર્મચારીઓનો સમાવેશ કોર્પોરેશનનાં મહેકમમાં કરવામાં આવ્યો નથી એટલે કે તેઓને ઉપલક કર્મચારીઓ ગણવામાં આવે છે. આ બધાં મુદ્દા પર મેનેજરો અને સમાજ સંગઠક કર્મચારીઓએ મંગળવારે કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો