મુખ્ય સામગ્રી પર જાઓ

સંક્ષિપ્ત સમાચાર

  • નવલાં નોરતાંનો પ્રારંભ: પાવાગઢ મંદિર બંધ: અંબાજી માતાના મંદિરમાં માસ્ક વિના દર્શન પર પ્રતિબંધ
  • છાત્રોની સંખ્યા ઘટી જતાં પાછલાં ૩ વર્ષ દરમ્યાન ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી (જીટીયુ)એ ૧૩ કોલેજની ૧૩૦૦ બેઠકો રદ્‌ કરી નાંખી
  • અન્ડર ગ્રેજ્યૂઐટ હ્મઈઈટનું પરિણામ જાહેર: સરકારી મેડીકલ કોલેજોમાં મેરિટ ૨૦ થી ૨૫ માર્ક ઉંચું જશે: રાજકોટના વિદ્યાર્થીનો પરીક્ષામાં ૧૧ મો રેન્ક
  • નવરાત્રિ દરમ્યાન વાહનોની ખરીદીમાં નબળું બુકીંગ: ટુ વ્હીલરના વેચાણમાં ૪૦ ટકાનો, કારના વેચાણમાં ૧૦ ટકાનો ઘટાડો થશે
  • અલીબાબા ના જેકમા (એન્ટ ગ્રુપ) લાવી રહ્યા છે દુનિયાનો સૌથી મોટો આઇપીઓ: આઇપીઓનું કદ રૂા.૨૫૬૦૦૦ કરોડનું (૩૫ અબજ ડોલર)
  • અરબી સમુદ્રમાં મહારાષ્ટ્ર-કર્ણાટક નજીક લો વેલમાર્ક પ્રેશર સર્જાયું: ગુજરાત-મહારાષ્ટ્રમાં થઇ શકે છે ભારે વરસાદ
  • કામધેનું આયોગના ચેરમેન ડો. વલ્લભભાઇ કથિરીયાના (ગોબર ચિપ)ના દાવાને વૈજ્ઞાનિકો દ્વારા પડકાર: પુરાવાઓ આપો
  • જામનગરમાં પછાત-દૂરના વિસ્તારોમાં જ વીજધાંધિયા છે એવું નથી, વીજતંત્ર શહેરના પોશ વિસ્તારમાં પણ લાલિયાવાડી ચલાવે છે: ગાંધીનગર-પટેલ કોલોની-પંચવટી વિસ્તારોમાં વીજળીના વારંવાર ધાંધિયા: તંત્ર મૌન: લોકોમાં રોષ
  • જોડિયાના ભાદરા નજીક ૫૦ વર્ષ જૂનો પુલ છે: જે પાછલાં ૬ વર્ષથી રિપેર થયો નથી: શુક્રવારે આ પુલ તૂટી પડતાં જામનગર-કચ્છ વચ્ચેનો કોસ્ટલ હાઇવે બંધ: વાહન વ્યવહાર ઠપ્પ
  • ગુજરાતમાં ૩ વર્ષથી સરકારની યોજનાના ૫૦ હજાર "નમો ટેબ્લેટ" મળ્યા નથી: અન્ય ૭૦ હજાર ટેબ્લેટ ફોસ્ટવાળા છે: સરકારનો ફજેતો, ઓનલાઇન શિક્ષણમાં છાત્રો પરેશાન
  • ખેત ઉત્પાદનોના પ્રિમિયમ ભાવો મેળવવા હવે ખેડૂતો એફપીઓ (ફાર્મર પ્રોડયુસર ઓર્ગેનાઇઝેશન) તરફ વળ્યા: દેશમાં ૪૨૦૦ એફપીઓ, ગુજરાતમાં ૧૭૧ ઓર્ગેનાઇઝેશનનની નોંધણી
  • ગુજરાત અન્ન-નાગરિક પૂરવઠા વિભાગનું સર્વર બે દિવસથી ઠપ્પ: હજારો રેશનકાર્ડ ધારકો તથા સેંકડો દુકાનદારો પરેશાન: ગાંધીનગરમાં બેઠલાં ઉચ્ચ અધિકારીઓ ધ્યાન આપતાં નથી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...