મુખ્ય સામગ્રી પર જાઓ

જામનગરમાં ઓર્ગેનાઇઝડ ક્રાઇમના કાયદા હેઠળ નોંધાતો પ્રથમ કેસ: ચકચાર


    ગુજરાત સરકારે રાજ્યમાં આતંકવાદ અને સંગઠિત અપરાધ (ઓર્ગેનાઇઝડ ક્રાઇમ) રોકવા ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ (ગુજ-સીટોક) નામનો કાયદો બનાવ્યો છે. આ કાયદા હેઠળ જામનગરમાં પ્રથમ ગુનો નોંધાયો છે. કુલ ૧૪ શખ્સો પોલીસના કબજામાં છે, ૧૦ મો શખ્સ વિદેશમાં હોવાનું કહેવાય છે અને બાકીના ૪ શખ્સોના નામો, ગુનો નોંધાયા પછી પણ, હજૂ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યા નથી. પોલીસ કહે છે: ધરપકડો બાકી હોય આ ૪ શખ્સોના નામો હાલ જાહેર કરવામાં આવ્યા નથી.

    ગુજ-સીટોક કાયદા હેઠળ જામનગરના અગ્રણી બિલ્ડર નિલેશ મનસુખલાલ ટોલિયા, શાસકપક્ષના કોર્પોરેટર અતુલ વિઠ્ઠલભાઇ ભંડેરી, નિવૃત પોલીસકર્મી (એલસીબી) વશરામભાઇ મિયાત્રા, જમીન માફિયાની માલિકીના મનાતા "અખબાર"ના સંચાલક પ્રવિણ પરસોતમ ચોવટીયા ઉપરાંત બિલ્ડર મુકેશ વલ્લભભાઇ અભંગી, જિગર ઉર્ફે જિમ્મી પ્રવિણચંદ્ર આડતીયા (વિદેશી ચલણનો વેપારી), અનિલ મનજીભાઇ પરમાર તથા પ્રફૂલ જયંતિભાઇ પોપટ સામે ગુનો નોંધી ધરપકડો કરવામાં આવી છે. નવમો આરોપી જશપાલસિંહ (યશપાલસિંહ) જાડેજા જેલમાં છે, તેના વિરૂધ્ધ જાંબુડાના એક જમીન કૌભાંડ સહિતના ગુનાઓ નોંધાયા છે. 

    જમીન માફિયાગીરીની આ આખી ગેંગનો મુખ્ય સૂત્રધાર જયેશ પટેલ (રાણપરીયા) છે તેના વિરૂધ્ધ પણ ગુનો નોંધાયો છે. રાજ્યના પોલીસવડા આશિષ ભાટીયાના સીધાં માર્ગદર્શન પ્રમાણે, રાજકોટ રેન્જના આઇજી સંદીપસિંઘની કાયદાકીય મંજૂરી બાદ, જામનગરના એસપી દિપેન ભદ્રનના સીધાં સુપરવિઝન હેઠળ એલસીબી પીઆઇ કે.જી. ચૌધરીએ આ કેસની કાર્યવાહી સંભાળી છે. સમગ્ર મામલાની તપાસ નવનિયુકત એએસપી નિતેશ પાડંેને સોંપવામાં આવી છે.

    આ સમગ્ર કાર્યવાહીની વિગતો આઇજી તથા એસપીએ શુક્રવારે બપોરે જિલ્લા પોલીસ ભવન ખાતે પત્રકાર પરિષદમાં જાહેર કરી છે અને જણાવ્યું છે કે, તપાસ દરમ્યાન જે શખ્સોના નામો ખૂલશે તેઓની પણ ધરપકડો કરવામાં આવશે.

જામનગર પોલીસના આ ઐતિહાસિક ઓપરેશનથી સમગ્ર હાલારમાં શુક્રવારે સનાસનાટી ફેલાઇ ગઇ છે.

    શુક્રવારે એક તરફ આ કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે બીજી તરફ રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા જામનગરમાં જ પટેલ કોલોની ખાતે પોતાના એક કૌટુંબિક સંબંધીને ત્યાં હાજર હતાં.

    રિલાયન્સના સિનિયર ગ્રુપ પે્રસિડેન્ટ, રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ જામનગર પોલીસને અભિનંદન આપ્યા છે.

    જામનગર હાલારના સાંસદ શુક્રવારે દ્વારકાના જગતમંદિરે પૂજા-અર્ચનામાં ઉપસ્થિત રહ્યા હતાં.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...