મુખ્ય સામગ્રી પર જાઓ

જયેશ પટેલ (જમીન માફિયા)ના વધુ બે સાગરિતો ઝડપાયા

    ગુજરાત એટીએસ તથા જામનગર એલસીબીએ બે આરોપીઓને ઝડપી લીધાં છે. આ બંને શખ્સો છેલ્લાં બે વર્ષથી પોલીસના "હાથ" થી બચ્યા હતાં. અંતે ઝડપાઇ ગયા છે.

    બે પૈકી એકનું નામ છે અનવર ઉર્ફે (અનિયો લાંબો) અબ્દુલ ગઢકાઇ, બીજાં શખ્સનું નામ એઝાઝ અનવર સફીયા છે જે ગુનાજગતમાં એઝાઝ મામા તરીકે ઓળખાય છે. આ બંને આરોપીઓના કોવિડ ટેસ્ટ તથા અદાલાતમાં રિમાન્ડની માંગણી વગેરે કામગીરી એલસીબી પીઆઇ કે.જી. ચૌધરીના માર્ગદર્શનમાં ચાલી રહી છે.

    અત્રે નોંધનિય છે કે, અગાઉ આ ગેંગ તથા જયેશ પટેલની ગેંગ વચ્ચે લડાઇ હતી. રણજિતનગર તથા પ્રમાણી સ્કૂલ નજીક જયેશના માણસ, જયેશના ભાઇ પર હુમલા પણ થયેલા. બાદમાં બંને ગેંગ વચ્ચે રહસ્યમય રીતે સમાધાન થઇ ગયું હતું. બાદમાં આ ગેંગ જયેશ પટેલ (રાણપરિયા)ના માર્ગદર્શન પ્રમાણે કામ કરતી હતી!

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

રૂ. પાંચ લાખની ચોરીમાં ભત્રીજો આરોપી નીકળ્યો

       જામનગરમાં લંઘાવાડ ઢાળિયા નજીક આવેલી બાજરીયા બ્રધર્સ નામની પેઢીનાં સંચાલકના ઘરમાંથી ગત્ ૨૨ મીએ રૂ. પાંચ લાખની રોકડની ચોરીની ફરિયાદ પછી સિટી બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેકટર કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વાઢેરની ટીમે જામનગરથી મુંબઈ જતી એક ટ્રાવેલ્સ બસમાંથી આરોપી સરફરાઝ હુશેન આંબલિયા નામનાં મજૂરને રૂ. પાંચ લાખની રોકડ, આધારકાર્ડ તથા પાનકાર્ડ સાથે ઝડપી લીધો છે. આરોપીએ પોતાનાં કૌટુંબિક કાકાનાં ઘરમાં ચોરી કરી હોવાનું અને તેનો આ મુદામાલ હોવાનું પોલીસે જાહેર કર્યું છે.