જામનગર નજીકના મોટા થાવરિયા ૮૦૦ થી ૯૦૦ વિઘા જેટલી ગૌચરની જમીનમાં "દબાણ" છે. આ દબાણ વર્ષોથી છે. મંગળવારે ટીડીઓ એમ.એસ. મેરજાની આગેવાની તાલુકા પંચાયત તથા રેવન્યૂના અધિકારીઓ પોલીસ કામફલો, બુલડોઝર લઇ દબાણ હટાવવા મોટા થાવરિયા ગયેલાં પરંતુ સ્થાનિક ગ્રામજનો (ખાસ કરીને મહિલાઓ) એ વિરોધ કર્યો. બુલડોઝર આગળ બેસી ગયા અંતે તંત્રની જાન લીલાં તોરણે પાછી ફરી!
માજી સરપંચ ગોરધન મકવાણા કહે છે: દબાણ હટાવવું હોય તો બધાં જ હટાવો, માત્ર દલિતોના દબાણો શા માટે હટાવો છો?
સામાકિ ન્યાય સમિતિના અધ્યક્ષ દિનેશ મકવાણા કહે છે: ગ્રામ પંચાયતને આ કામમાં વિશ્વાસમાં લેવામાં આવી નથી. ટીડીઓ મેરજાને દબાણો અંગે કશો ખ્યાલ જ નથી! તેમની પાસે ચોકકસ વિગતો પણ નથી!
અત્રે નોંધનિય છે કે, ગૌચરની જમીનમાં આ ગામમાં લોકો ખેતી કરે છે!!


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો