પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના જન્મદિવસ નિમિત્તે તેમજ જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા ના માર્ગદર્શન મુજબ સેવા પખવાડિયા અંતર્ગત
ડો.કલ્પેશ એસ. મકવાણા કુપોષણ નાબૂદી અભિયાન અંતર્ગત , કુપોષિત બાળકો ને અનુલક્ષીને , તેમના દ્રારા અવિરત ૧૪ મા ફ્રી કેમ્પ નું આયોજન કાલાવડ તાલુકા ના મોટા વડાળા ખાતે PHC મા તા.૧૮/૦૯/૨૦૨૨ ના રોજ કરવામાં આવ્યું હતું . જેમાં બાળકોના આરોગ્ય વિશે જાગૃતિ વધારવા તેમજ બીમાર તથા કુપોષિત બાળકો ને પ્રાધાન્ય આપવા વિનામુલ્યે નિદાન તેમજ વિના મુલ્યે દવા વિતરણ ના કેમ્પ નુ આયોજન તેમના હોસ્પિટલનાં સ્ટાફ સાથે કરવામાં આવ્યું હતું.
આ કેમ્પ મા કુપોષિત બાળકો ની સાથે સાથે , વાતાવરણ ના લીધે તાવ, શર્દી, ઉધરસ, ઝાડા- ઉલ્ટી , તેમજ અપચો થવો, ચામડી ના રોગો જેવા અનેક પ્રકાર ના બાળ દર્દીઓ ને તપાસવા મા આવ્યા હતા અને બહોળી સંખ્યા મા લોકો એ કેમ્પ નો લાભ લિધો હતો.
આ કેમ્પ મા કાલાવડ કાલાવડ તાલુકા પંચાયત પ્રમુખ એમ.પી. ડાંગરિયા , તાલુકા ભાજપ પ્રમુખ સંજય ડાંગરિયા, મહામંત્રી છગન સોરઠિયા , એ.પી.એમ.સી. ચેરમેન યુવરાજસિંહ જાડેજા , સરપંચ નિકુંજ કોટડિયા , ઉપસરપંચ ઇકબાલભાઇ તથા મોટા વડાળા ગ્રામ પંચાયત સદસ્યો અને આસપાસ ના ગામ ના આગેવાનો હાજર રહ્યા હતા અને લોકો ને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો