જામનગર મહાનગરપાલિકાએ બાકી વેરાઓ મામલે જપ્ત કરેલી ૩૦ મિલ્કતો પૈકી ૭ મિલ્કતોની હરાજી નિયમો મુજબ ટાઉનહોલ ખાતે યોજવામાં આવેલી જેમાં નગરજનો ફરકયા ન હતાં તેથી હરાજી પ્રક્રિયા નિષ્ફળ રહી હતી.
૨૭ પૈકી માત્ર ૩ મિલ્કતોનું વેચાણ થતાં કોર્પોરેશનને રૂપિયા ૧૦ લાખ જેટલી આવક થઇ છે. હવે બાકીની ૨૪ મિલ્કતો મહાનગરપાલિકા બીપીએમસી એકટ મુજબ રૂપિયા ૧ ના ટોકન ભાવે કોર્પોરેશન હસ્તક લઇ લેશે એમ ટેકસ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર જિગ્નેશ નિર્મળે જણાવ્યું છે. હરાજીની આ પ્રક્રિયામાં ટેકસવિભાગના અધિકારી જી.જે. નંદાણીયા, મદદનીશ ટેકસ અધિકારી ધીરેન મહેતા વગેરે હાજર રહ્યા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો