જામનગરના નહેરૂ યુવા કેન્દ્રના ઉપક્રમે જોડિયા તાલુકાના માનપર ખાતે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિનની ઉજવણી કરવામાં આવી. જેમાં સરપંચ, શાળાના આચાર્ય, મંત્રી, ગ્રામજનો તથા ઉડાન કલબના સભ્યો હાજર રહ્યા હતાં.
આ તકે સોશિયલ ડીસ્ટન્સના નિયમો વગેરેનું પાલન કરવામાં આવેલું. લોકોમાં પ્રદૂષણ-પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી. કાર્યક્રમનું આયોજન નરોતમ વઘોરા દ્વારા કરવામાં આવેલું. માર્ગદર્શન જિલ્લા યુવા સંયોજક શેખર રસ્તોગી દ્વારા આપવામાં આવ્યું હતું.



ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો