મુખ્ય સામગ્રી પર જાઓ

સંક્ષિપ્ત સમાચાર

  • એલસીબી પીઆઇ કે.જી. ચૌધરીના માર્ગદર્શન પ્રમાણે પેરોલ-ફર્લો સ્કવોડના પીએસઆઇ ગચ્ચરની ટીમે મનસુર (બાબરી) સિદીક ગંઢાર (ધરારનગર-૧) તથા સરફરાઝ લતીફ ગંઢાર(ફોટોગ્રાફર)ે શરાબના ૧૦૨ નંગ ચપલાં સાથે પકડી લીધો છે.
  • દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના નિવાસ સ્થાને ૮ દિવસથી ભાજપના મેયર, નગરસેવિકાઓ વગેરે દ્વારા ધરણાં: રવિવારે સાંજે તોડફોડ-ડખ્યો થયા.
  • ભારતીય સૈન્ય ચીન-પાક સરહદે ૧૫ દિવસ લડાઇ ચાલે એવી ગણતરી સાથે શસ્ત્રો, દારૂગોળો, અનાજ વગેરે સંઘરી રહ્યું છે.
  • એપ્રિલ, નવેમ્બર દરમ્યાન એલઆઇસીએ ઐતિહાસિક નફો રૂપિયા ૨૫૯૦૮ કરોડ નોંધાવ્યો: ગત્ વર્ષે આ સમયગાળામાં નફો રૂપિયા ૧૫૫૭૮ કરોડ હતો: એપ્રિલ, નવેમ્બર દરમ્યાનનો એલઆઇસી બિઝનેસ રૂપિયા ૯૫૮૭૦ કરોડ, ૨૨ ટકા બિઝનેસ વધુ નોંધાયો.
  • કેરળમાં પોતાનો બેઝ વધારવા બીજેપી દ્વરાા ખ્રિસ્તી સમુદાયોમાં ધૂસવાની વ્યૂરચના.
  • બંગાળમાં ૨૪ કલાકમાં બીજેપીના બીજા કાર્યકરની હત્યા: બીજેપી દ્વારા મમતાના પક્ષવિરૂધ્ધ આક્ષેપો.
  • દેશના ૧૩૮ કરોડ નાગરિકો પૈકી ૧૫ કરોડ (આશરે ૧૧.૭૪ ટકા) લોકોના કોરોના ટેસ્ટ થયા, જે પૈકી ૬ ટકા લોકો ૯૮.૫૭ લાખ પોઝિટીવ જાહેર થયા.
  • બ્રિટનમાં રાજદૂત કચેરી, બેંકો, વીમા કંપનીઓ સહિતના મહત્વના સ્થળોએ ચાઇનીઝ નાગરિકો (જાસૂસો)ની ધૂસણખોરી: મામલો ખૂલ્લા પડયો.
  • જામનગરમાં તળાળની પાળે રવિવારે જીજે-૧૦-બીએ-૩૧૫૨ નંબરની કાર બેફામ બની: પાંચ વાહનોને હડફેટમાં લીધાં: ૧ મહિલાને ઇજા.
  • ઉતરપ્રદેશ એસટીએફનો દાવો: સદામ નામનો શખ્સ એપની મદદથી ૪૦ સેંકન્ડમાં રેલવેની ટિકિટ બુક કરી લેતો હતો: ૭૫ સાગરિતોની ગેંગ ઝડપાઇ હોવાનો ખુલાસો.
  • જર્મનીમાં કોરોનાના કેસ વધતાં સૌથી સખ્ત લોકડાઉન: ક્રિસમસ અને ન્યુ યર જેવા તહેવારો લોકડાઉન વચ્ચે પસાર થશે.
  • એર ઇન્ડિયાનું નિયંત્રણ ફરી એકવાર ૬૭ વર્ષ પછી ટાટા ગ્રુપના હાથમાં જશે: ટાટા ગ્રુપ એર ઇન્ડિયા માટે એકસપ્રેસ ઓફ ઇન્ટરેસ્ટ ફાઇલ કરી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...