મુખ્ય સામગ્રી પર જાઓ

સંક્ષિપ્ત સમાચાર

  • સરહદો પર ઠંડા પ્રદેશોમાં તૈનાત સૈન્ય જવાનો માટે નવી હાઉસિંગ સુવિધા: માઇનસ ૪૦ ડિગ્રી તાપમાનમાં પણ રહી શકે તેવા ફોલ્ડીંગ મકાનો: લડાખમાં આ મકાનો તૈયાર.
  • બ્રિટનમાં ૨૦૩૦ થી પેટ્રોલ, ડીઝલ કારના વેચાણ પર પ્રતિબંધ: ૨૦૩૫ સુધીમાં તમામ કાર ઇલેકટ્રિક બનશે.
  • કાશ્મીરના પુલવામાં ખાતે આતંકીઓએ સુરક્ષાદળના જવાનો પર ગ્રેનેડ હુમલો કરતાં ૧૨ જવાનો ઘાયલ: કેટલાંક નાગરિકો પણ ઇજાગ્રસ્ત.
  • દિલ્હીમાં ૨૪ કલાકમાં કોરોનાના ૭૪૮૬ કેસ: ૨૪ કલાકમાં સૌથી વધુ ૧૩૧ ના મોત.
  • શાળાઓ ખોલવા સરકાર મક્કમ છે: ૨૩ નવેમ્બરથી શાળાઓ શરૂ: સોમ-બુધ તથા શુક્રવારે ધોરણ ૧૦-૧૨ ના છાત્રોને, મંગળ-ગુરૂ અને શનિવારે ધોરણ ૯-૧૧ ના છાત્રોને ભણાવવામાં આવશે. છાત્રો ઓનલાઇન-ઓફલાઇન બંને રીતે અભ્યાસ કરી શકશે: કન્ટેન્મેન્ટ ઝોનમાં રહેલી શાળાઓ બંધ જ રહેશે: વંદે ગુજરાત ચેનલ, ડીડી ગિરનાર ચેનપ પર શૈક્ષણિક કાર્યક્રમો.
  • ગુજરાતમાં કોરોના મહામારી આગળ વધી શકે છે. દિવાળીની ઉજવણી પછી સ્થિતિ બગડી છે. પ્રધાનમંડળની બેઠકમાં ચિંતા વ્યકત થઇ: કોરોના ટેસ્ટીંગ વધારવામાં આવશે: નવી કોરોના બેડની વ્યવસ્થાઓ થશે: ખાનગી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલ બનાવવા અંગે પણ વિચારણાં.
  • ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની સિરીઝ પહેલાં ક્રિકેટરો પોઝિટીવ: દક્ષિણા આફ્રિકાના એક ખેલાડીને કોરોના પોઝિટીવ આવ્યા પછી તેની સંપર્કમાં આવેલા બીજા બે ખેલાડીઓને કોવિડ-૧૯ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા: ઇગ્લેન્ડના તમામ ખેલાડીઓના રિપોર્ટ નેગેટીવ.
  • જમ્મુ કાશ્મીરના નગરોટા વિસ્તારમાં ગુરૂવારે સવારે સુરક્ષાદળોએ ચાર આતંકવાદીઓને ઠાર માર્યા: આ ચારેય આંતકવાદીઓ જૈશ-એ-મોહમ્મદના: આતંકી હુમલામાં એક જવાન ઘાયલ.
  • યુટયુબર રાશિદ સિદીકી ઉપર અક્ષયકુમારે રૂપિયા ૫૦૦ કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો: યુટયુબરએ પોતાના વિડીયોમાં અક્ષયકુમારે રિયા ચક્રવર્તીને કેનેડા ભગાવવામાં મદદ કરી અને એમ.એસ. ધોની ફિલ્મ સુરાંતસિંહ રાજપૂતને મળવાથી નારાજ હતો તેવો આક્ષેપ કર્યો હતો.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...