મુખ્ય સામગ્રી પર જાઓ

સંક્ષિપ્ત સમાચાર

  • સંત શ્રી નમ્રમુનિ મહારાજની પ્રેરણાંથી આવતીકાલથી ગુજરાતની નાના નાની ૫૦ પાંજરાપોળોમાં મેડીકલ વેટરનીટી દવાઓ માટેની યોજનાનો પ્રારંભ: મુખ્યમંંત્રી વિજય રૂપાણી
  • અમદાવાદ ઝોન-૪ ના ડીસીપી રાજેશ દઢીયાએ ૪ પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા: સરદારનગર પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મી અને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીનો સમાવેશ
  • અમદાવાદમાં છેલ્લા ચાર દિવસમાં ૮ દુષ્કર્મ કે છેડતીની ઘટનાઓ: આરોપીઓને ઝડપી લેતી પોલીસ: સપ્ટેમ્બર માસમાં ૩૧ દુષ્કર્મ અને ૨૩ છેડતીના ગુના નોંધાયા
  • પાસાની (પ્રિવેન્શન ઓફ એન્ટી સોશ્યલ એકટ)ના કાનૂનમાં સુધારા કરવામાં સુપ્રિમ કોર્ટનો આદેશ: પ્રથમ ગુનો કરતાં વ્યકિતને પણ પાસામાં ધકેલી દેવાની જોઇગાઇ પર બે્રેક: સુધારો કરવા કોર્ટનો આદેશ
  • જમ્મુ કાશ્મીર અને લડાખને નવી શિક્ષા નિતિ અંતર્ગત રૂા. ૫૨૦ કરોડના પેકેજની ધોસણા: શટસ્ત્શ (શતરઇનગતહઇનાનગ તઇઅચહાનગ લઇઅરનાનગ અનદ રઇસઉલત ફદ્વર સતઅતઇસ) યોજનાને કેબિનેટની મંજૂરી: કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકર
  • સુરત મહાનગરપાલિકાએ ૫૫૦૦ સોસાયટી અને શેરીમાં રમતી ગરબીઓના પ્રમુખોને નોટિસો ફાળવી: રાજ્ય સરકારે નવરાત્રીના ગરબા પર પ્રતિબંધ મૂકયો છે.
  • સ્વાસ્થય મંત્રાલયને સુશાંતના રિપોર્ટ અંગે એમ્સએ માહિતી ન આપી હોવાનો આક્ષેપ કરતાં રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી
  • પંજાબ સરકારનો નિર્ણય: સરકારી નોકરીઓમાં મહિલાઓને મળશે ૩૩ ટકા અનામત
  • નવરાત્રિ દરમ્યાન પ્રસાદ વિતરણ પર સરકારે પ્રતિબંધ મૂકયો હતો જે વિશ્વ હિંદુ પરિષદના વિરોધ પછી પરત લેવામાં આવ્યો: નવરાત્રિ દરમ્યાન લોકોને પેકેટમાં પ્રસાદ વિતરણ કરી શકાશે
  • કોરોના ઉપડેટ: રાજ્યમાં ૨૪ કલાક દરમિયાન નવા ૧૧૭૫ કેસ, રાજ્યમાં ૫૦૯૯૩ ટેસ્ટ, ૨૪ કલાક દરમિયાન ૧૪૧૪ દર્દી ડીસ્ચાર્જ જયારે ૧૧ દર્દીના મોત: રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડા
  • આગામી ૩૧ ઓકટોબરે સરદાર વલ્લભાઇ પટેલની જન્મ જયંતી નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવશે: આ વિસ્તારની આજુબાજુમાં રહેતાં ૧૮૦૦૦ લોકોના કોરોના ટેસ્ટ કરાશે
  • આગામી ત્રણ દિવસમાં સુરત, નવસારી અને વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના દર્શાવતું હવામાન વિભાગ
  • સ્થાનિક ચૂંટણીઓ થાય તો ભાજપાનું ૨૦૧૫ ના પરિણામ કરતાં ખરાબ ચિત્ર ઉભુ થવાનું જણાતાં નવેમ્બર-ડીસેમ્બર થનાર ચૂંટણી મોકૂફ રાખી: આઇબીનો રિપોર્ટ
  • પ્રસિધ્ધ કૂચિપુડી નૃત્યાંગના શોભા નાયડુનું ૬૪ વર્ષની ઉંમર નિધન: લાંબા સમયથી ન્યૂરોલોજી સંબંધીત બિમારીથી પીડીત હતાં
  • મુંબઇ મેટ્રો ટ્રેન ૧૫ ઓકટોબરને બદલે ૧૯ ઓકટોબરે શરૂ કરવામાં આવશે: મુંબઇ મેટ્રો 
  • બિહારના આરજેડી નેતા શરૂદ યાદવની પુત્રી સુભાષિણી યાદવ સહિતના નેતા કોંગ્રેસમાં જોડાયા: 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...